ખુબ જ સરસ વિધાન, બે વાર વાંચજો ✒️ "હુ જે કાંઈ બોલુ, તેની માટે હુ જવાબદાર છુ" પણ, "તમે જે સમજો છો, તેના માટે નહિ"... ✒️ વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે... વિશ્વાસ નહિ હોય તો, શબ્દોમાં પણ ગેરસમજ થશે, ✒️ દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો.. અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!! ✒️ ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ...!!! ✒️ જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે. ✒️ પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં... આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે. ✒️ લક્ષ્ય સાચું હોવું જોઇએ, કેમ કે... ઉધઈ પણ રાત-દિવસ કામ કરે છે પરંતુ, તે નિર્માણ નહીં વિનાશ કરે છે.
Welcome to Empower Edupower. This is The Blog about facing the emerging challenges of learning and adapting new ways to learn, teach, and evolve!