Skip to main content

Posts

Showing posts with the label Mood

Evening Sentiments 🛡

Jay Hind કોઈપણ મનુષ્ય પોતાનાથી કરેલા પાપોને ને છુપાવવા માટે ગમે તેટલા પ્રયત્ન કરે પણ તેમ છતાં તે છુપાવી શકતો નથી. જ્યારે કરેલ પાપો ની સજા ભોગવવા નો સમય આવે છે ત્યારે ભલ ભલા ની અક્કલ ઠેકાણે આવી જાય છે અને પોતે કરેલા પાપો યાદ આવે છે કે મેં કોની સાથે શું કર્યું હતું એટલે હંમેશા એક વાત યાદ રાખજો કે જે કરશે તે ભોગવશે. આપણે બધા પ્રભુ પરમાત્માના શરણમાં છીએ. No matter how hard any human being tries to hide the sins committed by him, he still cannot hide them. When the time comes to suffer the punishment for the sins committed, then the wisdom of the good comes to its place and remembers the sins committed by ownself, what I have done to whom, so always remember one thing that whoever does will suffer. We are all under the shelter of the Lord. 𝓙MṼ

Mood

પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ, જે સત્ય છે!!! (૧) પ્રકૃતિ નો પહેલો નિયમ: અગર ખેતર માં બીજ ન નાખીએ તો કુદરત  એને ઘાસ-ફુસ થી ભરી દે છે!!  એજ રીતે મગજ માં સકારાત્મક  વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો  એની જગ્યા બનાવીજ લે છે!!! (૨) પ્રકૃતિ નો બીજો નિયમ: જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે. સુખી સુખ વહેંચે છે.  દુ:ખી દુખ વહેંચે છે!! જ્ઞાની જ્ઞાન વહેંચે છે.  ભ્રમિત ભ્રમ વહેંચે છે!! ભયભીત ભય વહેંચે છે! (૩) પ્રકૃતિ નો ત્રીજો નિયમ: આપ ને જીવનમાં જે પણ મળે,  એને પચાવતા શીખો કારણકે.. ભોજન ન પચવાથી, રોગ વધે છે પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!! વાત ન પચવાથી, ચુગલી વધે છે!! પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!! નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!! ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!! દુ:ખ ન પચવાથી, નિરાશા વધે છે!! સુખ ન પચવાથી, પાપ વધે છે!! વાત બહુજ કડવી છે, પણ એટલી સત્ય છે!! સત્ય કડવું નથી હોતુ,  પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે.!!