ખુબ જ સરસ વિધાન,
બે વાર વાંચજો
✒️ "હુ જે કાંઈ બોલુ, તેની માટે હુ જવાબદાર છુ" પણ,
"તમે જે સમજો છો, તેના માટે નહિ"...
✒️ વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે...
વિશ્વાસ નહિ હોય તો, શબ્દોમાં પણ ગેરસમજ થશે,
✒️ દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો..
અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!!
✒️ ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ...!!!
✒️ જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે.
✒️ પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં... આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે.
✒️ લક્ષ્ય સાચું હોવું જોઇએ, કેમ કે...
ઉધઈ પણ રાત-દિવસ કામ કરે છે
પરંતુ, તે નિર્માણ નહીં વિનાશ કરે છે.
Comments
Post a Comment
Feel free to explore your opinion 。◕‿◕。