" અરે ! એટલું પણ નથી આવડતુ??"
ગુસ્સામાં ડિંકી એ જવાબ આપ્યો.
જવાબ સાંભળતાં જ મા ની આંખોમા ઝળઝળીયાં આવી ગયાં.
* * * * * * * * *
' એમાં તમને ખબર ના પડે ! ' ; ' આટલું કેમ્ બોલે છે?' ; ' આવા કપડા પેહરાય જ કેવી રીતે??... ખબર પણ છેે બધા કેવુ બોલે છે??' અને આવા કેટલાય કડવા શબ્દો જે ક્યારેક ને ક્યારેક માત્ર ડીંકી જ નહી પણ આપણાંથી પણ બોલાય જતા હોય છે. પણ છુટેલા બાણ માફ્ક આ શબ્દો ફરી પાછા આવતાં નથી. શબ્દરૂપી શસ્ત્ર ના ધા દુનિયાનાં બીજા કોઇ પણ શસ્ત્ર કરતા ઉંડા હોય છે. આવા ગુસ્સામાં વિચાર્યા વગર બોલેલા શબ્દો અમુક વખતે હ્રદય ચિરી નાખે છે.
હવે વાત એમ છે કે જાણતાં અજાણતાં આવા શબ્દો બોલનાર વ્યક્તિ ને પણ પછતાવાનો ભાર સહન કરવો પડે છે.થઈ ગયું છે તેને બદલી શકાય નહીં પણ વાત રહી એ ભૂલ સુધારવાની. પણ ત્યાં નડે છે આપણું #unfriendly પરેન્ટ ચિલ્ડરન રીલેશન. કદાચ આપણે કયારેય માતા પિતા ને થેંક યૂ , સોરી કે આઈ લવ યૂ જેવા મેજિકલ શબ્દો કહેતા શીખ્યાં જ નથી. આ શબ્દો બીજાં બધાં ને #easily કહીં શકાય પણ મમ્મી પપ્પાને કેહવાનુ આવે તો #awkward લાગે છે???
ના ; હું વોટ્સએપ પર સ્ટોરી રાખવાની કે ફેસબુક પર પોસ્ટ કરવાની વાત તો બિલકુલ નથી કરતી. ત્યાં તો આપણે બર્થ ડે, મધર્સ ડે કે ફાધર્સ ડે પર આરામથી શબ્દોનો માયાજાળ રચી લઇએ છીએ. પણ શું ક્યારેય ભૂલ કર્યા બાદ મમ્મીને કહ્યુ છે કે આઈ એમ સોરી??? .... કે પછી ક્યારેય તમારી આટલી સારી #lifestyle માટે પપ્પાને કહ્યુ છે થેન્ક્યું?? કદાચ ઘણાં લોકોએ એવું #face-to-face તો નહીં જ કહ્યું હોય.
મારી આ લિટલ સ્ટોરી ની #summary આટલી જ છે કે આ મેજીકલ શબ્દો માત્ર સોશિઅલ મીડિયા ના વર્ચ્યુઅલ વર્લ્ડમાં લખવા માટે નથી પણ રિયલ વર્લ્ડમાં #use કરીને લાઈફની કડવાશ દૂર કરવા માટે છે. કયારેક ચોકોલેટ વગર મીઠાશનો અનુભવ કરવાનુ મન હોય તો આ મેજિક જરૂર વાપરી શકાય!!!
* * * * * * * * *
આ વાત ડીંકીને પણ સમજાઈ ગઈ અને તેણે પણ "#I'm_sorry_Mummy મને માફ કરી દેજો" કહીને પોતાની ભૂલ સુધારી લીધી.(✿^‿^)
Comments
Post a Comment
Feel free to explore your opinion 。◕‿◕。